[us_image_slider ids=”7649″ autoplay=”1″ autoplay_period=”1000″ img_size=”medium” img_fit=”contain”]

NCC  નેશનલ કેડેટ કોર

દેશના યુવાનોમાં રાષ્ટ્રીયતા, હિંમત, શિસ્ત, નેતૃત્વ, બિનસાંપ્રદાયિકતા, સાહસવૃત્તિના ગુણ અને નિ:સ્વાર્થ સેવાના આદર્શોની ખીલવણી તેમજ જીવનના તમામ ક્ષેત્રોમાં નેતૃત્‍વ પુરૂ પાડવાના હેતુથી અને રાષ્‍ટ્રની સેવા અર્થે યુવાધનને સદૈવ પ્રાપ્‍ય બનાવવાના હેતુથી, સુસંગઠિત, તાલીમબદ્ધ અને પ્રેરિત યુવાધનના માનવસંસાધનનું નિર્માણ કરવું. તેમજ સશસ્‍ત્ર દળોમાં કારકિર્દી અજમાવવા માટે યુવાધનને પ્રેરે તેવું અનુકૂળ પર્યાવરણ પુરૂ પાડવા નવયુગમાં NCC કાર્યરત છે..

ભારતમાં એન.સી.સી. (નેશનલ કેડેટ કોર્પ્‍સ) ની રચના નેશનલ કેડેટ કોર્પ્‍સ અધિનિયમ ૧૯૪૮ થી કરવામાં આવેલી. ૧૫ મી જુલાઇ, ૧૯૪૮ ના રોજ એન.સી.સી. વિધિવત્ શરૂ કરવામાં આવેલી.

સન ૧૯૬૫ અને સન ૧૯૭૧ ના પાકિસ્‍તાન સાથેના યુદ્ધ દરમિયાન, એન.સી.સી. કેડેટો સંરક્ષણની બીજી હરોળરૂપ બન્‍યા હતા. તેમણે મોરચા પર શસ્‍ત્રો અને દારૂગોળો પૂરો પાડીને દારૂગોળા ફેકટરીને સહાય કરવા માટે કેમ્‍પોના આયોજન કર્યા હતા અને દુશ્‍મનોની પેરેશૂટ ટૂકડીને પકડવા માટે પેટ્રોલિંગ કરવામાં પણ તેમની મદદ લેવામાં આવી હતી. એન.સી.સી. કેડેટોએ ગૃહ સંરક્ષણ તંત્ર સાથે ખભેખભા મિલાવીને સખત મહેનત કરીને બચાવ કામગીરી અને વાહનવ્‍યવહાર નિયંત્રણ કામગીરીમાં સક્રિય ભાગ લીધેલો. સન ૧૯૬૫ અને સન ૧૯૭૧ ના હિંદ – પાક યુદ્ધ પછી, એન.સી.સી.નો અભ્‍યાસક્રમ સુધારવામાં આવ્‍યો. સંરક્ષણની બીજી હરોળથી થોડું આગળ વધીને, એન.સી.સી.ના અભ્‍યાસક્રમમાં નેતૃત્‍વના તેમજ લશ્‍કરી અધિકારીના ગુણો ખીલવવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો. એન.સી.સી.ના કેડેટોને મળતી લશ્‍કરી તાલીમ ઘટાડીને સમાજ સેવા અને યુવા-સંચાલન જેવા અન્‍ય ધ્‍યેયોને વધુ મહત્‍વ આપવામાં આવ્‍યું.

[us_image_slider ids=”10653,10655,7979,7980,7981″ autoplay=”1″ autoplay_period=”1000″ fullscreen=”1″ img_size=”full” img_fit=”cover”][us_btn text=”NCC વિશે વધુ જાણવા માટે અહી Click કરો.” link=”url:http%3A%2F%2Fgujarat-education.gov.in%2Fncc%2Fcontact-guj.htm|title:NCC%20(%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B2%20%E0%AA%95%E0%AB%87%E0%AA%A1%E0%AB%87%E0%AA%9F%20%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0)||” color=”purple”]