આ સંસ્થામાં જોડતી કોઈપણ વ્યક્તિ અમારા પરિવાર ની વ્યક્તિ બની જાય છે. આથી એક “ વસુધૈવ કુટુંબકમ” ની ભાવના જન્મે છે. તેની સાથો સાથ અમે ‘શ્રી મદ ભજવતગીતા’ નાં કર્મ નાં સિધ્ધાંતને વરેલા છીએ તેથી અમારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિ કર્મયોગી બને તેવી ભાવના હમેશાં અમારી રહી છે. આથી જ અહિ શિક્ષકો માત્ર ને માત્ર પ્રોફેશનલ વિચાર નહિ પણ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ ને કાઈક નવું આપવું તેવા વિચારોથી જોડાયેલા છે. તેથી જ અમારો ધ્યેય વિદ્યાર્થી નાં ઘડતરમાં માત્ર પરીણામ લક્ષી જ નહિ પણ જીવનલક્ષી તેમજ મુલ્યલક્ષી શિક્ષણ આપી સર્વાંગી વિકાસ ને ઉજાગર કરવાનો છે.