શાળા માહિતી
- શાળાનું નામ :- નવયુગ વિદ્યાલય – મોરબી
- શાળાનું સરનામું :- નવા બસ સ્ટેશન પાછળ, શનાળા રોડ, મોરબી
- કોન્ટેક નંબર :- (02822)224484, 98790 97520, 96876 20100
- શાળાની સ્થાપના :- 15/06/1999
- શાળાનું માધ્યમ :- ગુજરાતી
- શાળાનો પ્રકાર :- સેલ્ફ ફાઇનાન્સ
શાળામાં ચાલતા વિભાગો
- શિશુ વિભાગ
- પ્રાથમિક વિભાગ
- માધ્યમિક વિભાગ
- ઉચ્ચ માધ્યમિક વિભાગ (સામાન્ય પ્રવાહ)
- ઉચ્ચ માધ્યમિક વિભાગ (વિજ્ઞાન પ્રવાહ)
શાળાના ઈન્ડેક્ષ નંબર
- S.S.C. :- 86.080
- H.S.C. :- 35.036
ધોરણ અને માન્ય વર્ગો
- 1 થી 8 :- દરેકના ત્રણ-ત્રણ
- 9
- 10
- 11(સા.પ્ર)
- 11(વિ.પ્ર)
- 12(સા.પ્ર)
- 12(વિ.પ્ર)
24+ YEARS EXPERIENCE
આ સંસ્થામાં જોડતી કોઈપણ વ્યક્તિ અમારા પરિવાર ની વ્યક્તિ બની જાય છે. આથી એક “ વસુધૈવ કુટુંબકમ” ની ભાવના જન્મે છે. તેની સાથો સાથ અમે ‘શ્રી મદ ભગવતગીતા’ નાં કર્મ નાં સિધ્ધાંતને વરેલા છીએ તેથી અમારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિ કર્મયોગી બને તેવી ભાવના હમેશાં અમારી રહી છે. આથી જ અહિ શિક્ષકો માત્ર ને માત્ર પ્રોફેશનલ વિચાર નહિ પણ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ ને કાઈક નવું આપવું તેવા વિચારોથી જોડાયેલા છે. તેથી જ અમારો ધ્યેય વિદ્યાર્થી નાં ઘડતરમાં માત્ર પરીણામ લક્ષી જ નહિ પણ જીવનલક્ષી તેમજ મુલ્યલક્ષી શિક્ષણ આપી સર્વાંગી વિકાસ ને ઉજાગર કરવાનો છે.
સ્કૂલના અગત્યના નિયમો
- વિદ્યાર્થીએ શિક્ષણકાર્યના દિવસોમાં બધા પિરિયડમાં નિયમિત હાજરી આપવાની રહેશે ગેરહાજર રહેવા અંગે અગાઉથી આચાર્યશ્રીની પરવાનગી મેળવવી પડશે જો અગાઉ પરવાનગી ન મેળવી હોય તો હાજર થયાના દિવસે વિદ્યાર્થીએ વળી સાથે રૂબરૂ હાજર થવું પડશે.
- વિદ્યાર્થી શાળામાં સતત ત્રણ દિવસ ગેરહાજર રહેશે તો તેની જાણ વાલીશ્રીને કરવામાં આવશે અને છતાં સતત ત્રણ દિવસ ગેરહાજર રહેનારનું નામ કમી કરવાને પાત્ર થશે જો રજા ન લખાવી હોય તો પણ નામ કમી કરવાને પાત્ર થશે.
- માંદગીને કારણે ગેરહાજર વિદ્યાર્થીના વાલીએ માંદગી અંગેની જાણ શાળાને તરતજ કરવાની રહેશે, તેમજ માંદગી અંગેનું સર્ટિફિકેટ આપવાનું રહેશે.
- શાળાકીય અભ્યાસ, અભ્યાસલક્ષી પ્રવુતિઓ અંગે સોંપેલ સ્વઅધ્યયનકાર્ય, ગૃહકાર્ય, નકશા પૂરવણી, પ્રાયોગિક કાર્ય અને લેખન કાર્ય વગેરે ફરજીયાત છે.
- મુક્તિના દિવસ સિવાય શાળાએ નક્કી કરેલો ગણવેશ ફરજીયાત પહેરવાનો રહેશે.
- વિદ્યાર્થીએ શાળામાં શાળા પરિવારના બધા સભ્યો સાથે સુમેળભર્યો અને વિવેકી વ્યવહાર રાખવો પડશે, મારક હથિયારો સાથે શાળામાં પ્રવેશવું નહીં ઝઘડાળું વિદ્યાર્થીને કોઈપણ કારણ આપ્યા સિવાય શાળામાંથી બરતરફ કરવામાં આવશે.
- વિદ્યાર્થીઓ પોતાની વસ્તુ માટે પોતે જ જવાબદાર રહેશે, શાળામાં પ્રયોગ કરતા, મેદાનમાં રમતા, શાળાના પ્રવાશ દરમ્યાન કોઈપણ અકસ્માત ને કારણે જાનહાની કે નુકસાન થાય તો તેની જવાબદારી શાળાની કે શાળા વ્યવસ્થાપક મંડળની રહેશે નહિ.
- શાળામાં લેવાતી તમામ પરીક્ષા માટે વિદ્યાર્થીએ ઉપસ્થિત થવું ફરજીયાત છે. પરીક્ષામાં કોઈપણ જાતની ગેરરીતિ આચરવી નહિ તેમજ તેમાં મદદરૂપ થવું નહિ. ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવાં આવશે નહિ.
- પરીક્ષાના પરિણામ બાબતે શાળાનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.
- પોતાના પુત્ર/પુત્રી/પાલ્યની કોઈપણ ફરિયાદ બાબતમાં વાલીએ આચાર્યશ્રીને મળવું. આચાર્યશ્રીની પરવાનગી વગર શિક્ષક કે કોઈપણ કર્મચારીનો સંપર્ક સાધી શકાશે નહિ. સંસ્થાનું કાયદેસરનું કોઈ લેણું જો વિદ્યાર્થી પાસે બાકી હશે તો તેવા વિદ્યાર્થીને શાળા છોડયાનું પ્રમાણપત્ર આપવામાં આવશે નહિ.
- વિદ્યાર્થીએ જે તે સત્રની ફી નિયત કરેલી તારીખ પ્રમાણે ભરવાની રહેશે, જો ફી ભરવામાં મોડું થશે તો લેઇટ ફી ભરવાની રહેશે.
- આપના બાળકના પ્રોગ્રેસ રિપોર્ટ માટે કે અભ્યાસલક્ષી બાબતે વાલીશ્રીએ મહિનામાં એકવાર સ્કૂલના આચાર્યશ્રીની મુલાકાત લેવાની રહેશે.
નવયુગની આગવી ઓળખ
- નવયુગનું નિષ્ઠાસૂત્ર :- શ્રમ, શીલ, સેવા
- પત્ર વ્યવહારમાં પ્રારંભ :- વંદે માતરમ
- સંસ્થા પ્રગતી ગાન :- નવયુગ સાયન્સ સ્કૂલ સ્કૂલ મોરબીમાં નંબર વન વન આવો…
- સંઘ ગાન :- આવોને કુદરતના ખોળે… નવયુગ શૈક્ષણિક સંકુલ
- નવયુગ ગૌરવ ગાન :- નવયુગ નવનિર્માણનો સેતુ છે…
- નવયુગ પડકાર :- ‘શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ…’ – ચાણક્ય
- નવયુગનો નારો :- કંઈક નવું જ કરો (Do Something new )
- ગુણવત્તા પ્રમાણિત :- ISO 9001-2008 પ્રમાણિત મોરબીમાં સૌપ્રથમ વિદ્યાલય.
- નવયુગ ધાર્મિકતા :- નિયમિત રીતે સમૂહમાં હનુમાનચાલીસાના પાઠ તેમજ સંસ્થાના કેમ્પસમાં ગાયત્રી યજ્ઞવિધિ.
નવયુગ પ્રતિજ્ઞાપત્ર
નવયુગમાં પ્રથમ પગ મુક્ત હું પ્રતિજ્ઞા કરું છું કે, હું હંમેશા ઉચ્ચતમ વિચારોને પ્રાધાન્ય આપી તન,મન અને નિષ્ઠાપૂર્વક રાષ્ટ્રની કીર્તિને સદાય ઉંચી રાખવા પ્રયત્ન કરીશ. જયારે હું આ સંસ્થામાં અભ્યાસ પૂર્ણ કરીને જઈશ ત્યારે હું એક સારો વ્યક્તિ, સમાજનો સેવક બનીને તેમજ મારા વ્યક્તિત્વને ખીલવીને તેમજ કંઈક મેળવીને જ જઈશ અને હું કંઈક અલગ જ હોઈશ.
વિભાગીય હેડની માહિતી
પ્રેસિડેન્ટ :- શ્રી પી.ડી. કાંજીયા
મેનેજીંગ ટ્રસ્ટી :- શ્રી બી.એસ. સરસાવાડિયા
એમ.ડી :- શ્રી એન.બી. અઘારા
પ્રિન્સિપાલ
પ્રાથમિક :- શ્રી એન.એચ. સંતોકી
માધ્યમિક :- શ્રી એચ.એન. વ્યાસ
સામાન્ય પ્રવાહ :- શ્રી વિ.ડી. ત્રિવેદી
વિજ્ઞાન પ્રવાહ :- શ્રી પી.એ. ચનિયારા
Register Your Admission
- Link